પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમા સંવિધાન હત્યા દિવસની ઉજવણી
પાટણ, 26 જૂન (હિ.સ.) : નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં 25 જૂન 2025ના રોજ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી. 1975થી 1977 દરમિયાન લાદવામાં આવેલી કટોકટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે, 25 જૂન 2025થી 25 જૂન 2026
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમા સંવિધાન હત્યા દિવસની ઉજવણી


પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમા સંવિધાન હત્યા દિવસની ઉજવણી


પાટણ, 26 જૂન (હિ.સ.) : નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં 25 જૂન 2025ના રોજ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી. 1975થી 1977 દરમિયાન લાદવામાં આવેલી કટોકટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે, 25 જૂન 2025થી 25 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન શાળામાં થશે. આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટકર્તાઓમાં લોકશાહી મૂલ્યો, નાગરિક સ્વતંત્રતા અને બંધારણીય નૈતિકતા માટે જાગૃતિ લાવવાનો છે.

શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક વિપુલભાઈ એસ. ચૌધરી અને શિક્ષિકા પ્રિયંકાબેન સોલંકીએ વિદ્યાર્થીઓને આ ઐતિહાસિક ઘટનાની વિસ્તૃત માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું. શાળા દ્વારા શાળા સભા, આઉટરીચ કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, ફિલ્મ પ્રદર્શન અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. 25 જૂનથી માય ગવર્નમેન્ટ પોર્ટલ પર રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધાની પણ શરૂઆત થઈ છે.

શાળાના આચાર્ય ઝુઝારસંગ સોઢાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી અને શાળાના તમામ સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવામાં સક્રિય ભુમિકા ભજવી. NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવે શાળાના વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાગીદારીની પ્રશંસા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande