વલસાડ, 26 જૂન (હિ.સ.)-હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા. 26 જૂનના રોજ યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં 36.33 મી.મી. (1.45 ઈંચ) વરસાદ વરસ્યો હતો. તાલુકા પ્રમાણે જોઈએ તો, વલસાડ તાલુકામાં 31 મી.મી (1.224 ઈંચ), ધરમપુર 50 મી.મી. (2 ઈંચ), પારડી 73 મી.મી (2.99 ઈંચ), કપરાડા 15 મી.મી(0.6 ઈંચ), ઉમરગામ 15 મી.મી. (0.6 ઈંચ) અને વાપી તાલુકામાં 34 મી.મી. (1.36 ઈંચ). વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાક( તા. 25 જૂનના રોજ સવારે 6 થી તા. 26 જૂનના સવારે 6 વાગ્યા સુધી)માં નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો, વલસાડ જિલ્લામાં કુલ 36.67 મી.મી. (1.47 ઈંચ) વરસાદ પડયો હતો. તાલુકા વાઈઝ જોઈએ તો, વલસાડમાં 87 મી.મી. (3.48 ઈંચ), ધરમપુરમાં 37 મી.મી. (1.48 ઈંચ), પારડીમાં 55 મી.મી. (2.2 ઈંચ), કપરાડામાં 20 મી.મી. (0.8 ઈંચ), ઉમરગામમાં 12 મી.મી. (0.48 ઈંચ) અને વાપીમાં 9 મી.મી. (0.36 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
જૂન માસમાં ચાલુ મોસમનો આજ દિન સુધીનો કુલ વરસાદ જોઈએ તો, વલસાડ જિલ્લામાં કુલ 694.83 મી.મી (27.79 ઈંચ) વરસાદ વરસ્યો છે. જે મુજબ વલસાડ તાલુકામાં 497 મી.મી. (19.88 ઈંચ), ધરમપુરમાં 713 (મી.મી.) (28.52 ઈંચ), પારડીમાં 693 મી.મી. (27.72 ઈંચ), કપરાડામાં 883 મી.મી. (35.32 ઈંચ), ઉમરગામમાં 660 મી.મી. (26.4 ઈંચ) અને વાપી તાલુકામાં 723 મી.મી. (28.92 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા તા. 27 અને 28 જૂનના રોજ યલો એલર્ટ હોય છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે