નવાગામ, બિલખા અને બંધાળા ખાતે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ ઉજવાયો
જૂનાગઢ 27 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની નવાગામ પ્રાથમિક શાળા, બિલખા હાઈસ્કુલ અને બંધાળા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય કક્ષાએથી અતિથિ વિશેષ તરીકે ન
પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ


જૂનાગઢ 27 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની નવાગામ પ્રાથમિક શાળા, બિલખા હાઈસ્કુલ અને બંધાળા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય કક્ષાએથી અતિથિ વિશેષ તરીકે નાયબ સચિવ શ્રીમતી જાગૃતિ ડી. સુથાર નાણા વિભાગ ગાંધીનગર માંથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓ, બાલવાટિકાના અને ધોરણ-૧, ૯ અને ૧૧ માં પ્રવેશ પામતા બાળકોનો શૈક્ષણિક કીટ આપી વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ બાદ અતિથિ વિશેષ અને અધિકારી દ્વારા શાળાના વર્ગખંડની મુલાકાત કરવામાં આવી હતી અને શાળા નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તમામ શિક્ષકોને સુંદર કાર્ય કરવા માટે શુભેચ્છા પાઠવી હતી અને વધુ સારી રીતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવારના આચાર્યશ્રી, શિક્ષકો, મધ્યાન ભોજન સંચાલક એસ એમ સી અધ્યક્ષ અને સરપંચ ના સહકાર દ્વારા કાર્યક્રમ યાદગાર અવસરમાં પરિવર્તિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande