અરવલ્લીઃસાઠંબા ગામે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ સાથે વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોડાસા, 28 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે સરપંચ ધ્રુવકુમાર પંચાલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં નવાં પ્રવેશ પામેલ બાળકોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામ
*A tree plantation program was organized along with the school entrance festival under the Kanya Kelvani Mahotsav in Aravalli: Sathamba village*


મોડાસા, 28 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે સરપંચ ધ્રુવકુમાર પંચાલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

શાળામાં નવાં પ્રવેશ પામેલ બાળકોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવવાના અનુભવ વર્ણવી સરપંચે સૌ ગુરૂજનોનો આભાર માન્યો હતો અને સૌ બાળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે આંગણવાડીઓમાં પ્રવેશ પામેલ બાળકોનું કંકુ પગલાં પડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બીટ નિરિક્ષક ગોપાલભાઈ પટેલ, પૂર્વ બીઆરસી નિવૃત્ત શિક્ષક રમેશભાઈ, આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન,પૂર્વ સરપંચ ઋતુરાજસિંહ,એસએમસી સભ્યો,શિક્ષક ભાઈ બહેનો,આંગણવાડી સ્ટાફ, શાળાનાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં .

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande