નોકરીની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, અરવિંદ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાયો
પાટણ, 29 જૂન (હિ.સ.) : ધાનેરા તાલુકાના નાનામેડા ગામના અરવિંદ ચૌધરી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. યુવતીને નોકરી અપાવવાનો બહાનો આપી આરોપીએ નવજીવન હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે લસ્સીમાં નશીલું પદાર્થ ભેળવી યુવતીને પીવડાવ્યુ
નોકરીની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, અરવિંદ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાયો


પાટણ, 29 જૂન (હિ.સ.) : ધાનેરા તાલુકાના નાનામેડા ગામના અરવિંદ ચૌધરી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. યુવતીને નોકરી અપાવવાનો બહાનો આપી આરોપીએ નવજીવન હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે લસ્સીમાં નશીલું પદાર્થ ભેળવી યુવતીને પીવડાવ્યું અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પછી આરોપીએ યુવતીના ફોટા પાડી તેને વાઈરલ કરવાની ધમકી આપી હતી અને લગ્નના દસ્તાવેજો પર સહી કરાવી હતી. એટલું જ નહીં, તેણે યુવતીને પોતાના ઘરે લઈ જઈને ત્યાં પણ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(એમ), ૧૨૩, ૬૯ અને ૩૫૧(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande