મોડાસા, 28 જૂન (હિ.સ.) બાયડ તાલુકાની બોરોલ ગ્રામ પંચાયતમાં આવતા નવી બોરોલ ગામમાં કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે....!!!
એક બાજુ ચોમાસાનો પ્રાંરભ થયો છે.ત્યારે નવી બોરોલ ગામમાં આવેલા મંદિરવાળી ફળી વિસ્તારમાં કાદવ કીચડથી લોકો હેરાન પરેશાન થયા છે..!! ત્યારે બાયડ તાલુકા પંચાયતએ નવીબોરોલ ગામના લોકો દ્વારા બાયડ તાલુકા વિકાસ અધિકારીને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.નવી બોરોલ ગામના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે બોરોલના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં આ કાદવ કીચડનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
આથી નવીબોરોલ ગામના લોકોની માંગ છે કે, આ રસ્તાનું પુરાણ કરી સરખો બનાવવામાં આવે તો ત્યાંથી ભણવા જતા વિદ્યાર્થીઓ અને ફળિયામાં વસવાટ કરતાં તમામ વ્યક્તિઓને રાહત થાય તેમ છે.
આ મુદ્દે બાયડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી હતી...
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ