પોરબંદર, 28 જૂન (હિ.સ.) પોરબંદર-રાજકોટ નેશનેલ હાઇવે પર કુતિયાણા નજીક બેફામ બનીને દોડતી કારના ચાલકે સ્કુટરને ઠોકર મારતા માતા-પુત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કુતિયાણા રાજશકિત હોટલ પાસે બેફામ બનીને દોડતી કાર નં GJ-25-J-7199ના ચાલકે પોતાની કાર ગફલત રીતે ચલાવી અને સ્કુટર નં-GJ-25-N-5398ને જોરદાર ઠોકર મારતા આશાબેન જગદિશભાઈ વાઢીયા અને તેમના પુત્ર ઓમકારને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવામા જગદિશભાઈ વાઢિયાએ કારના ચાલક સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya