વડોદરાની ઉમા વિદ્યાલયમાં દુર્ઘટના: ધોરણ 6ના વિદ્યાર્થીની આંખમાં પેન વાગતાં ગંભીર ઈજા
વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. ધોરણ 6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આંખમાં પેન વાગી જતાં તેને ગંભીર ઈજા પહોંચતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાને પગલે વાલી મંડળે તાત્કાલિક શાળામાં રજૂઆત કરી છે.
Eye

પ્રાપ્ત માહિતી અનુસાર, શાળામાં રેફર્સ દરમિયાન કેટલીક મસ્તીના પ્રસંગે અન્ય એક બાળકની પેન વિદ્યા (બદલાયેલા નામ) નામની વિદ્યાર્થીની આંખમાં ઘૂસી ગઈ. તેની આંખમાં ગંભીર ઈજા થતા તેને તરત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દુર્ભાગ્યવશ, દાયી આંખનું વિઝન જાય રહ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે.

વિદ્યાર્થીના પિતા પગ રિક્ષા ચલાવતા હોવાથી પરિવાર પર આ ઘટનાઓનો આર્થિક ભાર વધી ગયો છે. શાળાની દેખરેખના અભાવે આવી દુર્ઘટના સર્જાઈ હોવાનું વાલી મંડળ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વાલીઓએ શાળાની બેદરકારી સામે કાયદેસર કાર્યવાહી અને નાયબ વળતરની માગ સાથે રજૂઆત કરી છે.

હવે શાળાના જવાબદારો સામે બાળકની સુરક્ષાના મુદ્દે જવાબદારી નિશ્ચિત કરવામાં આવવાની અને આવનારા સમયમાં આવા બનાવો પુનરાવૃત્તિ ન થાય તે માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવાનું તંત્ર સમક્ષ વાલી મંડળ માંગ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande