વાગલખોડ એએમઆરએસ ખાતે શાળા પ્રવેશોત્સવમાં ભરૂચ જિલ્લા કલેક્ટરે હાજરી આપી
વાલિયાની ભીલોડ , વાગલખોડ અને એએમઆરએસ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરી સમાહર્તાએ જતન અને ઉછેર કરવાની સીખ આપી ભરૂચ 28 જૂન (હિ.સ.) ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા (IAS) વાગલખોડ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શ
વાગલખોડ એએમઆરએસ ખાતે શાળા પ્રવેશોત્સવમાં ભરૂચ જિલ્લા કલેક્ટરે હાજરી આપી


વાગલખોડ એએમઆરએસ ખાતે શાળા પ્રવેશોત્સવમાં ભરૂચ જિલ્લા કલેક્ટરે હાજરી આપી


વાલિયાની ભીલોડ , વાગલખોડ અને એએમઆરએસ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો

એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરી સમાહર્તાએ જતન અને ઉછેર કરવાની સીખ આપી

ભરૂચ 28 જૂન (હિ.સ.)

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા (IAS) વાગલખોડ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મહોત્સવ પ્રસંગે શાળાની મુલાકાત લીધી હતી. ધોરણ 6 ના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમગ્ર શાળા કર્મચારીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવામાં આવી હતી.

14 દીકરી અને 12 દીકરા મળી 6 ઠા ધોરણમાં 26 વિધાર્થીઓને ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં પ્રવેશ અપાવી તેમના હસ્તે વિધાર્થીઓને જરૂરી ચોપડા,સ્કૂલ બેગ અને પાણીની બોટલની ભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ 300 જેટલા વૃક્ષો જેમાં આંબો,જામફળ,ચીકુ,જાંબુ જેવા ફળાવ વૃક્ષોના રોપા વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગૌરાંગ મકવાણાએ વિધાર્થીઓને તેમના જીવનમાં ભણતરનું મહત્વ સમજાવ્યું હતું.સાથે સાથે કંઈક ઉચ્ચ અધિકારી બનવા માટે તમારે ખૂબ પુરુષાર્થ કરવો પડે કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ના હારવી જોઈએ મનોબળ મક્કમ રાખવું જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande