પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમા આજે શનિવારે સવારથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. જેને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી પોરબંદર શહેરમા બપોર સુધીમા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો આજે સમગ્ર જિલ્લામા ધીમીધારે વરસાદ પડયો હતો પોરબંદર જિલ્લામાં ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે જેને પગલે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.ત્યારે પોરબંદર જિલ્લામા આજ સવારથી વરસાદી માહોલની જમાવટ જોવા મળી હતી પોરબંદર શહેરમાં સવારના સમયે ભારે પવન અને ગાજવીજ વરસાદ પડયો હતો પોરબંદર શહેરમાં બપોર સુધીમા બે ઇંચ વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાયા હતા તો બીજી તરફ વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. રાણાવાવ તાલુકામા બપોર સુધીમા પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. કુતિયાણા તાલુકામા માત્ર ઝાપટા પડયા હતા બરડા પંથકના ગામોમા ધીમીધારે વરસાદ પડયો હતો, આજે જીલ્લામા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. પોરબંદર નજીકના કુછડી ગામે ખુલ્લા પ્લોટમા વીજળી પડી હતી, જેના કારણે બાજુની એક દિવાલ ધરાશાઈ થઈ હતી સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya