પાટણ, 28 જૂન (હિ.સ.) : આજે પાટણ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે દિવસ દરમિયાન ભારે ઝાપટાંનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આખો દિવસ વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી અને લોકોને ઉકળાટથી રાહત મળી હતી.
ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સતત વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. લોકોને તેમના દૈનિક કાર્યોમાં અવરોધ પડ્યો હતો અને અવરજવમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર