પિતાને હેરાનગતિ: પુત્ર અને મિત્રે મળીને 21 લાખથી વધુની છેતરપિંડી કરી
વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રમેશભાઈ પટેલે પોતાના જ પુત્ર અને પુત્રના મિત્ર વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પુત્ર રોમિત અને તેના મિત્ર હાર્દિક મકવા
fraud


વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રમેશભાઈ પટેલે પોતાના જ પુત્ર અને પુત્રના મિત્ર વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પુત્ર રોમિત અને તેના મિત્ર હાર્દિક મકવાણાએ ભ્રમિત કરી પિતાના કુલ ₹21.63 લાખ પડાવી લીધા હતા.

રમેશભાઈએ જણાવ્યું કે વર્ષ 2021માં વડીલોપાર્જિત અઢી વીંઘા જમીન વેચી તેમને ₹20 લાખ મળ્યા હતા. તેમાંથી દેવું ચૂકવી અને અન્ય ઘરખર્ચ બાદ બચેલા ₹1.51 લાખ હાર્દિકના કહ્યા મુજબ પુત્રના નામે FD કરવા આપી દીધા હતા. FDની પાવતી પણ તેમને આપવામાં આવી હતી.

આગળ તેઓએ જણાવ્યું કે 2022માં વધુ જમીન વેચાણથી મળેલા ₹20 લાખ પણ રોમિત અને હાર્દિકે 'ઇન્કમ ટેક્સની ઝંઝટ ન થાય' એમ કહીને તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ઇન્કમટેક્સની ખોટી નોટિસ બતાવી અને પાન-આધાર બ્લોક થયો હોવાની બહાને તેમને વધુ ₹2.30 લાખ પડાવ્યા હતા. આ રકમ માટે રમેશભાઈએ દાગીના ગીરવે મુકવા, બાઈક વેચવા અને મિત્રોથી ઉધાર લેવાનું પડ્યું હતું.

આમ, કુલ મળીને રૂ. 21.63 લાખની રકમ પડાવી લેતાં હવે પિતા દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં પુત્ર રોમિત પટેલ અને હાર્દિક મકવાણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande