ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી-જુદી યોજના તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૬૪મી સુબ્રટો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવશે.
અંડર-૧૫ સુબ્રટો ફુટબોલ સબ જુનિયર ભાઇઓમાં ૦૧/૦૧/૨૦૧૧ તારીખથી જન્મેલ, અંડર-૧૭ સુબ્રટો ફુટબોલ જુનિયર ફુટબોલ ભાઇઓમાં ૦૧/૦૧/૨૦૦૯ તારીખથી જન્મેલ, અંડર-૧૭ સુબ્રટો ફુટબોલ જુનિયર ફુટબોલ બહેનોમાં ૦૧/૦૧/૨૦૦૯ તારીખથી જન્મેલાએ જે તે વયજૂથમાં દર્શાવેલ કટ ઓફ ડેઈટ મુજબ ભાગ લેવાનો રહેશે.
જેમાં ભાગ લેવા માટે નીચે દર્શાવેલ વયજૂથ મુજબ આપની શાળાના ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી www.subrotocup.in વેબસાઇટ પર ફરજીયાત કરવાની રહેશે. આ સ્પર્ધા માટેના ઓનલાઈન કરેલી એન્ટ્રી પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરીએ તા.૦૭/૦૭/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે. એક શાળામાંથી એક વયજૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
ભાઇઓ માટે અંડર-૧૫ સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર, અંડર-૧૭ સુબ્રટો ફૂટબોલ જુનિયર, બહેનો માટે અંડર-૧૭ સુબ્રટો ફૂટબોલ જુનિયર માટે તા. ૧૧/૦૭/૨૦૨૫ના રોજ સ્થળ નવોદય વિદ્યાલય કોડીનાર ખાતે યોજાશે. જો કોઈ મુશ્કેલી જણાય તો કિશનભાઈ વાળાના સંપર્ક નંબર ૯૬૦૧૪ ૩૨૯૩૨ પર સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ