ગાંધીનગર જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની “દિશા” અંતર્ગત બેઠક, અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઇ
ગાંધીનગર, 28 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ( “દિશા”) અંતર્ગત બેઠક બે વર્ષ પછી તા.૨૭-૦૬-૨૦૨૫ના રોજ, સંસદસભ્ય -વ-ચેરમેન, દિશા અને માન.ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની અ
केंद्रीय मंत्री अमित शाह की अध्यक्षता में बैठक


केंद्रीय मंत्री अमित शाह की अध्यक्षता में बैठक


केंद्रीय मंत्री अमित शाह की अध्यक्षता में बैठक


केंद्रीय मंत्री अमित शाह की अध्यक्षता में बैठक


केंद्रीय मंत्री अमित शाह की अध्यक्षता में बैठक


ગાંધીનગર, 28 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ( “દિશા”) અંતર્ગત બેઠક બે વર્ષ પછી તા.૨૭-૦૬-૨૦૨૫ના રોજ, સંસદસભ્ય -વ-ચેરમેન, દિશા અને માન.ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાઇ.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દિશા સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનીટરીંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ બેઠક અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, તેમણે 'દિશા' બેઠક અંતર્ગત યોજનાઓનું પ્રેઝન્ટેશન કેન્દ્રીય ગૃહ મંત્રીને રજૂ કર્યું હતું. પ્રેઝન્ટેશન નિહાળ્યા પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

અમિતભાઈ શાહે આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત વિકાસ કાર્યોની પ્રગતિ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના વ્યાપ અંગે વિસ્તૃત સમીક્ષા કરતા, પ્રધાનમંત્રી જનઘન યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત બીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી અનેક ફલેગશીપ યોજનાઓમાં કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી એ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે અને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચે તે દિશામાં સુનિશ્ચિત પ્રયાસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. તથા પ્રગતિમાં હોય તેવા વિકાસ કાર્યો નિર્દિષ્ટ સમય મર્યાદામાં પુરા થાય તે માટે ઉપસ્થિત સૌને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી દિશા બેઠક અંતર્ગત ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિભાગના ૩૮ અધિકારીઓ દ્વારા કુલ ૬૯ યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ તમામ યોજનાઓનું પ્રેઝન્ટેશન નિહાળી કેન્દ્રીય ગૃહ મંત્રી એ કેટલીક સૂચનાઓ આપી હતી જે મુજબ, ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત હોસ્પિટલ, સ્કૂલ, હાઈ સ્કૂલ, એગ્રી ગ્રામ્ય માર્કેટ, ફેક્ટરી વગેરેનું જોડાણ કરી પરિવહન સરળ બનાવવા, આર-સેટી યોજના અંતર્ગત ચારેય તાલુકાના તમામ ગામોનો છેલ્લા પાંચ વર્ષનો ડેટા તૈયાર કરવા તથા તમામ ગામોને તાલીમ હેઠળ આવરી લેવા, તળાવ ઇન્ટર લીન્કીંગ ચેક કરવા તથા બેંકો પાસેથી સ્વનિધિ અંતર્ગત રીકવરીનો ફીડબેક મેળવવા, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત તથા પ્રધાનમંત્રી વય વંદના અંતર્ગત તમામ લાભાર્થીને આવરી લેવા પણ સૂચન કર્યું હતું.

તદુપરાંત બધા જ વિભાગો જેમ કે આંગણવાડી, ડેરી, એપીએમસી, સ્કૂલ, પોસ્ટ, સહકારી મંડળી, રસીકરણ કેન્દ્રો તમામને 'એક પેડ મા કે નામ'અંતર્ગત વૃક્ષારોપણની કામગીરીમાં સહભાગી બની ગામ દીઠ ૫૦૦ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પણ આપ્યો હતો. માણસા તાલુકાના કાંઠાના વિસ્તારના ગામોમાં વોટરશેડ અંતર્ગત કામોનું આયોજન થાય તથા માલણ તળાવના વિસ્થાપિતોને આવાસ યોજના હેઠળ આવરી લેવા પણ સૂચના આપી હતી.

આ બેઠક અંતર્ગત ગાંધીનગર જીલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્ય તથા તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખઓ ઉપરાંત ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે તથા જિલ્લા વિકાસ અધિકારી બી. જે પટેલ સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande