પાટણ, 28 જૂન (હિ.સ.) : મણિયારી ગામની શ્રી સી.કે. પટેલ સંસ્કાર વિદ્યાલયમાં 27 જૂન, 2025ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. પાટણ જિલ્લાના કલેક્ટર તુષારભાઈ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય હર્ષદભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા તમામ અધિકારીઓનું કુમકુમ તિલક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલેક્ટરએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓએ કર્યો હતો.
કાર્યક્રમ બાદ કલેક્ટરએ માધ્યમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય બાદુજી અને પરાશાળાના આચાર્ય રસિકભાઈ પટેલ સાથે શૈક્ષણિક બેઠક યોજી હતી. તેમણે શિક્ષણના ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની, આરએસએસ હોદ્દેદાર શૈલેષભાઈ પટેલ, જિલ્લા ડેલિકેટ સાહેબ, સરપંચ ભૂમિબેન પટેલ, પરા ગામના સરપંચ લક્ષ્મીબેન પટેલ અને કેળવણી ઉત્તેજક મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ પ્રવીણભાઈ પટેલ, સિદ્ધાર્થ પટેલ, કનુભાઈ પટેલ અને મનુપ્રસાદ મહેતાએ શાળાને સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર