પોરબંદર જિલ્લા પોલીસ વડાએ ભેટકડી અને અડવાણા ખાતે બાળકોને ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો
પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે આજે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જિલ્લાના ભેટકડી અને અડવાણા ગામોની શાળાઓ ખાતેથી ઉમળકાભેર બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રવે
પોરબંદર જિલ્લા પોલીસ વડાએ ભેટકડી અને અડવાણા ખાતે બાળકોને ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો.

પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે આજે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જિલ્લાના ભેટકડી અને અડવાણા ગામોની શાળાઓ ખાતેથી ઉમળકાભેર બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લા પોલીસ વડાની

ઉપસ્થિતિમાં બે ગામની ત્રણ શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોને ઉમળકાભેર આવકારી આંગણવાડી, બાળવાટીકા અને ધોરણ 1 માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ લેવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડાશ્રીએ આજે લાખાધાર સીમ શાળા અડવાણા ખાતે બાળવાટીક 8 બાળકો અને ધોરણ 1ના 9 બાળકો,ભેટકડી પ્રા શાળામાં આંગણવાડીના 5 બાળકો બાળવાટીના 8 બાળકોઅને ધોરણ 1માં 8 બાળકો અને અડવાણા કુમાર શાળામાં બાળવાટિકામાં 7 બાળકો અને ધોરણ - 1માં 11 બાળકો સહિત આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશ કરાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande