ગીર સોમનાથ, 29 જૂન (હિ.સ.) તાલાલા પો.સ્ટે.ના ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૦૮૫૬/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા BNS-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૫૪ મુજબના ગુન્હાના કામે ફરીયાદી- સંજયભાઇ સાજણભાઇ ચાવડા જાતે.અનુ.જાતી ઉ.વ.૪૨ ધંધી.નોકરી રહે.મુળ-ઘુસીયા તા.તાલાલા જિ.ગીર સોમનાથ હાલ-વેરાવળ ભાલકા એકતા નગર સોસાયટી તા.વેરાવળ જિ.ગીર સોમનાથ નાઓએ ગઇ તા.૧૨/૦૬/૨૦૨૫ પહેલાના કોઇ પણ સમયે BSNL ટાવરનો ફીડરનો બંધ કેબલ આશરે ૧૦૦ મીટર જે એક મીટરની કિ.રૂ.આશરે ૧૦૦ ગણી એમ કુલ કિ.રૂ.૧૯,૬૦૦/- તથા A/C (એરકન્ડીશ્નર) નો પાઇપ કેબલ આશરે ૫૦ મીટર જે એક મીટરની કિ.રૂ. આશરે ૨૫૦/- લેખે કુલ કિ.રૂ.૧૨,૫૦૦/- એમ કુલ કિ.રૂ. ૩૨,૧૦૦/- નો BSNL ફીડર કેબલ તથા A/C (એરકન્ડીશ્નર) પાઇપ કેબલ કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યાની વિગતેની અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદ જાહેર કરતા ઉપરોક્ત નંબરથી ગુન્હો રજીસ્ટર થયેલ.
જુનાગઢ રેન્જ આઈ.જી.પી.શ્રી નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબ નાઓએ સદર ગુન્હાના આરોપીને સત્વરે પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલને રીક્વર કરવા સખ્ત સુચના આપેલ હોય જે અનુસંધાને
તાલાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી સાહેબનાઓએ ઉપરોક્ત ગુન્હાના કામના આરોપીને શોધી કાઢવા તથા ચોરીમાં ગયેલ મુદામાલ રીક્વર કરવા માટે તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બી બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ એચ.પી.ભેડા તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ જીવાભાઇ તથા સંજયભાઇ રાજાભાઇ તથા મયુરભાઇ દેવશીભાઇ નાઓએ પેટ્રોલીંગ દરમ્યાન સીદીવાડાના નાકે આવેલ અબ્દુલકાદીર ઇકબાલભાઇ સોરઠીયાનાઓના ભંગારના ડેલામાં એક પ્લાસ્ટીકનું બાચકું ચેક કરતા જેમાં ઉપરોકત ગુન્હાના કામે નીચે મુજબના આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ બાદ આ કામે આરોપીની પુછપરછ દરમ્યાન તેઓને આ કામે ચોરી કરી મુદ્દામાલ આપી જનાર રણજીતભાઇ મનુભાઇ સોલંકી, જાતે.દેવી પુજક, ઉ.વ.૨૫, ધંધો.મજુરી, રહે.નરસંગ ટેકરી, તાલાલા તથા ભરતભાઇ જેસુખભાઇ પરમાર, જાતે.દેવી પુજક, ઉ.વ.૨૮, ધંધો.મજુરી, રહે.ઇન્દ્રોઇ ગામ, તા.વેરાવળ તથા નાસતા ફરતા આરોપી હેમરાજ ઉર્ફે હેમલો રહે.કોડીનાર વાળા હોય જે કામે આરોપીઓએ રામપરા ગીર ગામેથી બી.એસ.એન.એલ.ના ટાવરમાંથી કેબલ કાપી ચોરી કરેલ હોય જે આરોપીઓમાંથી રણજીતભાઇ મનુભાઇ સોલંકી તથા ભરતભાઇ જેસુખભાઇ પરમારનાઓને તાલાલા મીલ ગ્રાઉન્ડમાંથી ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ મો.સા. સાથે પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) અબ્દુલકાદીર ઇકબાલભાઇ સોરઠીયા, જાતે.મેમણ મુસ્લીમ, ધંધો.ભંગારનો વેપાર, રહે.સનસાઇન સ્કુલની બાજુમાં, રોયલ
પાર્ક, રમળેચી રોડ, તાલાલા મો.નં.૯૬૩૮૬ ૭૮૬૨૧
(૨) રણજીતભાઇ મનુભાઇ સોલંકી, જાતે.દેવી પુજક, ઉ.વ.૨પ, ધંધો.મજુરી, રહે.નરસંગ ટેકરી, તાલાલા, તા.તાલાલા જિ.ગીર સોમનાથ
> (૩) ભરતભાઇ જેસુખભાઇ પરમાર, જાતે દેવી પુજક, ઉ.વ.૨૮, ધંધો.મજુરી, રહે. ઇન્દ્રોઇ ગામ, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથ
> (૪) નાસતો ફરતો આરોપીઃ હેમરાજ ઉર્ફે હેમલો રહે. કોડીનાર વાળા
રીકવર કરેલ મુદામાલ :-
(૧) BSNL ફીડર કેબલ આશરે ૩૫ કિ.ગ્રા. કિ.રૂા.૨૧,૦૦૦/-
બનાવમાં ઉપયોગમાં લીધેલ)
(૨) હીરો કંપનીની કાળા રંગની ગ્રે પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના રજી નંબર જોતા GJ-01-BR-8170 કિ.રૂા.૧૦,૦૦૦/- (ચોરીના (
૩) કેબલ કાપવા માટે ઉપયોગમાં લીધેલ તણીપાનું જેની કિ.રૂ.૦૦/૦૦
ડીટેકટ કરેલ ગુન્હાઓ :-
-તાલાળા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૭૨૫૦૮૫૬/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨),૫૪ મુજબ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી સા. તથા પો.હેડ.કોન્સ. એચ.પી.ભેડા તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ જીવાભાઇ તથા પો.કોન્સ. સંજયભાઇ રાજાભાઇ તથા પો.કોન્સ. મયુરભાઇ દેવશીભાઇ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ