પાવાગઢ તળેટીમાં ઇનોવા કારમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર
પંચમહાલ, 29 જૂન (હિ.સ.)- પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં એક શંકાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં જીપ પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, પાવાગઢ
પાવાગઢ તળેટીમાં ઇનોવા કારમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર


પંચમહાલ, 29 જૂન (હિ.સ.)- પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં એક શંકાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં જીપ પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાવાગઢના બસ સ્ટેન્ડ પાસે માંચી જતા રસ્તે જીપ પાર્કિંગ વિસ્તારમાં GJ 27 શ્રેણીની અમદાવાદ પૂર્વ પાસિંગ ઇનોવા કાર ગઈકાલથી ત્યાં પાર્ક હતી. સ્થાનિક રહેવાસીઓએ નોંધ્યું કે કાર ચાલુ હાલતમાં હતી અને એસી પણ ચાલુ હતું. કારની પાછળની સીટ પર એક યુવક અને યુવતી બેસેલા દેખાયા હતા.

જ્યારે બીજી સવારે પણ કાર ત્યાં જ જોવા મળી ત્યારે શંકા ઘેરાતી લોકોએ પોલીસને જાણ કરી. પાવાગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટેકનિકલ સહાયથી ગાડીનો દરવાજો ખોલતા અંદર બેસેલા યુવક અને યુવતી મૃત હાલતમાં મળ્યા હતા.

પોલીસે તાત્કાલિક બંનેનાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને હિંમતનગર તાલુકાના આકોદ્રા ગામના હોવાનું જણાયું છે, જોકે રાત્રે નવ વાગ્યા સુધી બંનેની સાચી ઓળખ ન થઈ શકી હતી. પોલીસે ગાડીના નંબરના આધારે આગળની તપાસ શરૂ કરી છે અને મોતના કારણે અંગે વધુ જાણકારી મેળવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande