જૂનાગઢ, 29 જૂન (હિ.સ.) કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ની જૂનાગઢ જિલ્લામાં આવેલ વિસાવદર તાલુકાની શાળાઓમાં ભવ્ય ઉજવણી કરવામાંઆવી હતી.આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગનાઉપ સચિવ જયદેવસિંહ કે.વાઘેલા ઉપસ્થિત રહ્યાહતા. આ કાર્યક્રમમાં આંગણવાડીથી લઈ બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના બાળકોનેશૈક્ષણિક કીટ આપીને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શિક્ષણક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉકત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનોના હસ્તેવૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલીઓ અનેગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્ય અને શિક્ષકોએ સુંદર રીતેઆયોજન કરી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ