ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.
પોરબંદર, 29 જૂન (હિ.સ.)ગાંધીનગર મહેસૂલ વિભાગના ઉપસચિવ હીનાબા જે. જાડેજાના હસ્તે પોરબંદરની ત્રણ શાળાઓમાં 199 બાળકોને પ્રવેશ આપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના ખાપટ ક્લ
ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.


ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.


ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.


ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.


ખાપટ ક્લસ્ટરની શાળાઓમાં બાળકોને મહેસૂલ વિભાગના ઉપસચિવએ પ્રવેશ કરાવ્યો.


પોરબંદર, 29 જૂન (હિ.સ.)ગાંધીનગર મહેસૂલ વિભાગના ઉપસચિવ હીનાબા જે. જાડેજાના હસ્તે પોરબંદરની ત્રણ શાળાઓમાં 199 બાળકોને પ્રવેશ આપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના ખાપટ ક્લસ્ટરની ખાપટ સીમ-1 પ્રાથમિક શાળા, શ્રી ખાપટ સીમ-૨ પ્રાથમિક શાળા અને ભીલડી સીમ પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે હેઠળ ગાંધીનગર મહેસૂલ વિભાગના ઉપ સચિવ હીનાબા જે. જાડેજા દ્વારા 190 બાળકોને બાલવાટિકા અને ધોરણ - 1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉપ સચિવ એ શિક્ષકોને તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને તેને સારી કેળવણી આપવા માર્ગદર્શન આપ્યું હતું. વાલી સાથે પણ સંપર્કમાં રહે બાળક ના અભ્યાસ અંગે અવગત રાખી જરૂરી સૂચનો આપવા જણાવ્યું હતું. વાલીઓને પણ નિયમિત રીતે શાળાની મુલાકાત લેવા અને બાળક રોજ સ્કૂલે આવે તે માટે જણાવ્યું હતું.આ પ્રસંગે લાયઝન અધિકારી મીનાબેન ભૂતિયા, સામાજિક આગેવાન સર્વ નિલેશભાઈ ઓડેદરા, નિલેશભાઈ ખૂંટી ભરતભાઈ ઓડેદરા, પંકજભાઈ મકવાણા, કાઉન્સિલર નિમુબેન પાંડાવદરા, પૂર્વ કાઉન્સિલર લક્ષ્મણભાઈ ઓડેદરા, શાળાના આચાર્યો ગીગનભાઈ બાપોદરા, સોનલબેન અમૃતિયા, વિરમભાઈ ખરા અને એસએમસીના અધ્યક્ષ, સભ્યો, વાલીઓ તેમજ ગામના અન્ય અગ્રણી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande