કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ, 30 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાનાં કુલ 18 અરજદારોની વિવિધ પ્રકારની રજૂઆતો સાંભળવામાં આવી હતી, જેમાં જમીન માપણી, મફત પ્લોટ ફાળવણી, પ
કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


પાટણ, 30 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાનાં કુલ 18 અરજદારોની વિવિધ પ્રકારની રજૂઆતો સાંભળવામાં આવી હતી, જેમાં જમીન માપણી, મફત પ્લોટ ફાળવણી, પાક નુકશાન સહાય અને મકાન સહાય સહિતના મુખ્ય મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અરજદારો દ્વારા તળાવ ભરવા, ખેતીની જમીનનું ધોવાણ અટકાવવા, દબાણ અને ગંદકી દૂર કરવી તેમજ ગટરની સફાઈ અંગેની માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર તુષાર ભટ્ટે દરેક રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સ્પષ્ટ સૂચનાઓ આપી.

તેમણે હકારાત્મક અભિગમ સાથે અરજદારોની સમસ્યાઓના ઝડપી નિવારણ પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી અને નિવાસી અધિક કલેક્ટર વી.એલ. બોડાણા સહિતના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande