જિલ્લા બાગાયત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે, વર્ષ 2025-26 માં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલીમ યોજાઈ
ગાંધીનગર, 3 જૂન (હિ.સ.) : જિલ્લા બાગાયત કચરા દ્વારા ગાંધીનગર ખાતે ગાંધીનગરના શહેરીજનોને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કલેહર માતાનું મંદિર સેકટર-5/સી ખાતે તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં 50 મહિલાઓને ઘર આંગણે કિચન ગાર્ડનીંગ, ઔષધીય ગાર્ડન, સ
ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ


ગાંધીનગર, 3 જૂન (હિ.સ.) : જિલ્લા બાગાયત કચરા દ્વારા ગાંધીનગર ખાતે ગાંધીનગરના શહેરીજનોને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કલેહર માતાનું મંદિર સેકટર-5/સી ખાતે તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં 50 મહિલાઓને ઘર આંગણે કિચન ગાર્ડનીંગ, ઔષધીય ગાર્ડન, સુશોભના કુંડાની માવજત, ઉછેર અને કાળજી, ઘર આંગણાના વિવિધ ફળ રોપા ઉછેર કરવાની રીત અને પ્રેક્ટિકલ બાબતોના સમન્વય સાથે તાલીમ આપવામાં આવી.

જેમાં તમામ તાલીમાર્થીઓએ પરસ્પર પ્રશ્નોતરી સાથે ખૂબ રસ પૂર્વક તાલીમ દ્વારા કઈક નવીન શીખીને શરૂઆત કરી શકાય તેવા શુધ્ધ હેતુથી તાલીમ મેળવેલ છે. તથા દરેક તાલીમાર્થીને 5 કિલો પોટિંગ મિક્સ અને બે નંગ ગ્રોબેગ આપવામાં આવી હતી તથા વધુ જાણકારી માટે ફોન 079-232-57760 પર સંપર્ક કરવો રહેશે

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande