પાટણ, 3 જૂન (હિ.સ.)સમી તાલુકાના વરાણા ગામે રાધનપુર હાઇવે પર ખોડીયાર હોટલ નજીક 14-2-2025ના રોજ ટ્રક નં. આર.જે.03.જી.એ.6455માંથી રૂ. 10,86,000ની કિંમતના 500.400 કિગ્રા ચોખા ભરેલા 619 નંગ કટ્ટા સમી મામલતદાર કચેરી દ્વારા કબજે લઈને ટ્રક સીઝ કરવામાં આવી હતી. પાટણ કલેક્ટરના આદેશ અનુસાર 7-3-2025ના રોજ સમી પોલીસ મથકે ટ્રકના માલિક, ડ્રાઈવર, માલ મોકલનાર અને એક કંપની સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જરૂરી ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.
સમી પોલીસ દ્વારા ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પકડાયેલી ટ્રકને હસ્તગત કરીને રૂ. 9,40,000ની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો. સાથે, ટેકનિકલ એનાલિસિસ દ્વારા ગુમ થયેલા રૂ. 40,000ના ચાર મોબાઇલ ફોન પણ શોધી કાઢી ફરી આપવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ચોખાની હેરાફેરીના ગુનાને આધારે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 19-5-2025ના રોજ કરવામાં આવેલા આદેશ અનુસાર રૂ. 9,00,000નો દંડ કેટલીક શરતો સાથે કરવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ. 9,40,000ની કિંમતના સીઝ કરાયેલ વાહન અને મોબાઇલ ફોન માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર