પાટણમાં મેઘમય માહોલ, હળવા વરસાદની શક્યતા
પાટણ, 30 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં સોમવારની સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારથી જ ધૂપ-છાંવ વચ્ચે મેઘરાજાની આવનજાવન ચાલુ રહી છે. દિવસ દરમિયાન અવારનવાર હળવા વરસાદના ઝાપટાં પડતાં રહ્યા છે, જેના કારણે ધીમી ગતિનો ઝરમર વરસાદ ચોમાસાનું સુંદર દૃ
પાટણમાં મેઘમય માહોલ, હળવા વરસાદની શક્યતા


પાટણમાં મેઘમય માહોલ, હળવા વરસાદની શક્યતા


પાટણ, 30 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં સોમવારની સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારથી જ ધૂપ-છાંવ વચ્ચે મેઘરાજાની આવનજાવન ચાલુ રહી છે. દિવસ દરમિયાન અવારનવાર હળવા વરસાદના ઝાપટાં પડતાં રહ્યા છે, જેના કારણે ધીમી ગતિનો ઝરમર વરસાદ ચોમાસાનું સુંદર દૃશ્ય સર્જી રહ્યો છે.

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરના બજારો તેમજ માર્ગો પર લોકોની અવરજવર હળવી પડી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande