વનાણા ટોલ પ્લાઝા ટીમ દ્વારા હાઈવે પર પશુઓની સલામતી માટે રેફ્લેક્ટિવ કોલર ડ્રાઈવ યોજાઈ
પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર-જેતપુર માર્ગના વનાણા ટોલ પ્લાઝા ટીમ દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ પર ફરતાં પશુઓના ગળામાં રેફ્લેક્ટિવ કોલર પહેરાવાની વિશેષ સલામતી ડ્રાઈવ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ રાત્રિના સમયે માર્ગ
વનાણા ટોલ પ્લાઝા ટીમ દ્વારા  હાઈવે પર પશુઓની સલામતી માટે રેફ્લેક્ટિવ કોલર ડ્રાઈવ યોજાઈ.

પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર-જેતપુર માર્ગના વનાણા ટોલ પ્લાઝા ટીમ દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ પર ફરતાં પશુઓના ગળામાં રેફ્લેક્ટિવ કોલર પહેરાવાની વિશેષ સલામતી ડ્રાઈવ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ રાત્રિના સમયે માર્ગ પર નજરે નહીં ચડતા પશુઓને દેખાઈ શકે તે માટે દૃશ્યતા વધારવી અને હાઈવે પર તેમની હિલચાલને કારણે થતાં અકસ્માતો અટકાવવાનો છે.

વનાણા ટોલ પ્લાઝા ટીમ દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ પર ફરતાં પશુઓના ગળામાં રેફ્લેક્ટિવ કોલર પહેરાવવામાં આવ્યા હતાં જે બદલ ટોલ મેનેજમેન્ટ પોરબંદર ટ્રાફિક પોલીસ, સ્થાનિક તંત્રો અને ફીલ્ડ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો. જેનાથી આ પહેલ સફળ બની શકી.

ઉલ્લેખનીય છે કે રાત્રિના અંધારામાં રોડ પર ફરતાં પશુઓ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેના કારણે ગંભીર અકસ્માતોની શક્યતા વધી જાય છે. આ રેફ્લેક્ટિવ કોલર વાહનચાલકોને દૂરથી પશુઓને જોઈ સાવચેતીથી ડ્રાઈવ કરવા માટે મદદરૂપ થશે. આ ડ્રાઈવ ટીમના માર્ગ સલામતી પ્રત્યેના સતત પ્રતિબદ્ધતાનો ભાગ છે અને માર્ગના સંવેદનશીલ વિસ્તારોમાં આવું કામ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande