જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક શાળાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો
પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીએ પે.સેન્ટર શાળા, આદિત્યાણા અને દાદર સીમ પ્રાથમિક શાળા આદિત્યાણાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પર્યાવરણ, શિક્ષણનું મહત્વ, વ્યસનમુક્તિ, યોગથી થતા ફ
જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક શાળાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો.


જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક શાળાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો.


જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક શાળાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો.


જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક શાળાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો.


પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીએ પે.સેન્ટર શાળા, આદિત્યાણા અને દાદર સીમ પ્રાથમિક શાળા આદિત્યાણાના 125 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પર્યાવરણ, શિક્ષણનું મહત્વ, વ્યસનમુક્તિ, યોગથી થતા ફાયદા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, વૃક્ષનું મહત્વ સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન વિદ્યાર્થી અને વાલીગણને પૂરું પાડ્યું હતું.

પોરબંદર જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરીએ જિલ્લાની શાળાઓમાં નાના ભૂલકાને અનેરા ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એ પે. સેન્ટર શાળા આદિત્યાણામાં બાળવાટિકામાં 45, ધોરણ 1 માં 50 અને આંગણવાડીમાં 20 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ દાદર સીમ પ્રાથમિક શાળા આદિત્યાણા ખાતે બાળવાટિકાના 7 અને ધોરણ 1ના 3 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આમ આ બંને શાળાઓમાં 125 બાળકોને જિલ્લા વિકાસ અધિકારીએ અનેરા ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારીએ એસએમસીની કમિટી અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરીને તેઓના શિક્ષણ લગતા પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે સી.આર.સી આદિત્યાણાના ભારતીબેન મોઢવાડિયા, એસએમસી કમિટીના સભ્યો, વિદ્યાર્થીના વાલીગણ તથા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande