ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળના એગ્રો સર્વિસ પ્રોવાઇડર, સનેડો સાધન, સોલાર પાવર યુનિટ/કિટ, ટ્રેક્ટર વિગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા.૨૧/૦૬/૨૦૨૫ થી ૨૧/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકેલ છે.
તે જ રીતે નિદર્શન ઘટકમાં લાભ લેવા માટેની અરજીઓ મેળવવા પણ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકેલ છે.
તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો તથા વોટર કેરીંગ પાઇપલાઇન ઘટક માટે લાભાર્થીઓની અરજીઓ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા:૦૭/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.
જે ધ્યાને લઇ તમામ ખેડુત મિત્રોએ લાભ લેવા માટે વધુમાં વધુ અરજીઓ કરવા અપીલ છે. વધુ માહિતિ માટે આપના ગામના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા વિનંતી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ