પાટણમાં પેટ્રોલપંપના મેનેજર પાસેથી, લૂંટ કરનાર 6 આરોપી ઝડપાયા
પાટણ, 30 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી લૂંટ થયેલા કેસમાં, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા 6 આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, ગુનામાં વપરાયેલ વાહન અને હથિયાર કબજે કર્યા છે. આરોપીઓ સામે BNSS કલમ 35(1)E અને 106 મુ
પાટણમાં પેટ્રોલપંપના મેનેજર પાસેથી લૂંટ કરનાર 6 આરોપી ઝડપાયા


પાટણ, 30 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી લૂંટ થયેલા કેસમાં, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા 6 આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, ગુનામાં વપરાયેલ વાહન અને હથિયાર કબજે કર્યા છે. આરોપીઓ સામે BNSS કલમ 35(1)E અને 106 મુજબ કાર્યવાહી કરીને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરાયા છે.

આ ઘટનાની શરૂઆત 25 જૂને થઇ હતી જ્યારે મહાલક્ષ્મી પેટ્રોલપંપના મેનેજર વેપારના પૈસા લઈને પાટણ આવી રહ્યા હતા ત્યારે ગદોસણ ગામ નજીક તેમને અટકાવી છરીના ધાક ધમકીથી 89,000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે SP વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમને તપાસ સોંપી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મેમદપુર, હાંસાપુર અને રામનગર પાટણના કેટલાક શખ્સો લૂંટમાં સંડોવાયેલા હતા. ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું કે, આરોપીઓએ 21 જૂનના રોજ પણ મેઈનેજરને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ 25 જૂનના રોજ, રૂટની રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હતો.

પકડી પડાયેલા આરોપીઓના નામ:

- ભાવુજી વદનજી ઠાકોર (હાંસાપુર),

- હિતેષજી અભુજી ઠાકોર (મહેમદપુર),

- કિર્તીસિંહ તરસંગજી ઠાકોર (મહેમદપુર),

- સંજયજી બબાજી ઠાકોર (રામનગર),

- રાહુલજી અરજણજી ઠાકોર (રામનગર),

- વિશાલજી બચુજી ઠાકોર (હાંસાપુર).

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande