ચોમાસું: છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો


ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આજે તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande