પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ત્રીજા દિવસે ગૃહ વિભાગના ઉપ સચિવ વેદાંત એન જોષીએ ધરમપુર પ્રાથમિક શાળા અને એસબીએસ પ્રાથમિક શાળા, છાયા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.ઉપ સચિવએ બાળકોને આવકારીને ધરમપુર પ્રાથમિક શાળાના 22 બાળકો આંગણવાડી, ૨૪ બાળકો બાલવાટિકામાં અને ધોરણ- 1માં 22 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. અને ધરમપુર સીમ શાળા ખાતેથી 3 બાળકો આંગણવાડી,15 બાળકો બાલવાટિકામાં અને ધોરણ- 1માં 13 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. એસબીએસ પ્રાથમિક શાળા છાયા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો એસબીએસ શાળા ખાતેથી 6 બાળકોને આંગણવાડી, બાળવાટિકા અને ધો.1માં પ્રવેશ કરાવ્યો હતો જેમાં આંગણવાડી, 37બાળકો બાળવાટિકામાં અને ધો.1માં 21 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને કીટ આપવામાં આવી હતી. અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya