ગીર સોમનાથ, 1 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા તાજીયા મોહરમ જેવા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુનિશ્ચિત કરવા સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.એન બી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સુત્રાપાડા શહેર અને નજીકના ગામોના તમામ સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવક મંડળોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પી.આઈ. એન બી ચૌહાણે તમામ આગેવાનોને તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે સહકાર અને સતર્કતાની જરૂરિયાત દર્શાવતા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.
બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી જેમ કે – તાજીયા મોહરમ જેવા ત્યોહારોમાં ટોળા ભેગા ન થાય, જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ ન આવે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તેની સુચનાના હેઠળ પોલીસ તથા જાહેર જનતાની સહભાગિતાથી શાંતિ જળવાઈ રહે તે માટે સહમતી વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠકમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઉપસ્થિત સભ્યોએ પોલીસના પ્રયાસોને પુરેપુરો સહકાર આપવા માટે સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ