ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન માર્લેસ, પ્રધાનમંત્રી મોદીને મળ્યા
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લેસ, બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં યોજાયેલી ફેડરલ ચૂંટણીઓમાં ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની ઐતિહાસિ
નમો


નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ

પ્રધાન રિચાર્ડ માર્લેસ, બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં યોજાયેલી ફેડરલ ચૂંટણીઓમાં ઓસ્ટ્રેલિયન લેબર

પાર્ટીની ઐતિહાસિક જીત બદલ નાયબ વડાપ્રધાન માર્લેસને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર,”બંને નેતાઓએ

ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર વિચારોનું

આદાન-પ્રદાન કર્યું. તેમણે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓ, મહત્વપૂર્ણ ખનિજો, નવી અને ઉભરતી

તકનીકો જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સપર પોસ્ટ કર્યું, ઓસ્ટ્રેલિયાના

નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લેસને મળીને આનંદ થયો. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક

વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ, જે આજે તેની

પાંચમી વર્ષગાંઠ છે. સ્થિર,

સુરક્ષિત અને

સમૃદ્ધ ભારત-પ્રશાંત માટેનું અમારું સહિયારું દ્રષ્ટિકોણ આપણા સહયોગને માર્ગદર્શન

આપતું રહેશે.

નાયબ વડાપ્રધાન માર્લેસ, સરહદ પાર આતંકવાદ સામે ભારતની

લડાઈમાં ઓસ્ટ્રેલિયાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી,

વાર્ષિક સમિટ માટે પ્રધાનમંત્રી અલ્બાનીઝને આમંત્રણ આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande