પોરબંદર, 6 જૂન (હિ.સ.)
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - U.N. દ્રારા 2025 ને જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષ દરમ્યાન પોરબંદર જિલ્લાની કેટલીક સહકારી સંસ્થાઓ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોનો વિકાસ થાય તે માટે યોગદાન આપીને બાળકોનો સર્વાગી વિકાસમાં થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.જેમાં પોરબંદરની ભોમિયાવદર સેવા સહકારી મંડળી લી.ભોમિયાવદર, પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક લી,પોરબંદ દ્રારા અતિ કુપોષિત બાળકોને દતક લઈને તેઓને ફળો, દુધ અનેક પોષણયુકત આહાર આપવામાં આવે છે અને માત્ર દતક બાળકો પુરતુ સીમિત ન રાખતા તમામ બાળકોને આહાર આપી બાળકો સશક્ત બને અને દેશના વિકાસમાં સહભાગી બને તે દિશામાં કાર્ય કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 જાહેર થતાં પોરબંદર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની સમાજના વિકાસમાં સહકાર આપવાની હાકલને સહકારી સંસ્થાઓ ઉજાગર કરી છે. અને પોરબંદર શહેર વિસ્તારની 9 થી 10 આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર માટે આ બન્ને સહકારી સંસ્થાઓ અન્નદાન કરીને સમાજને પાછું આપો,- Give Back To Society નાં સ્વામી વિવેકાનંદજીનાં વિચારને સાર્થક કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya