પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલે પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરી
પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણની પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલના એન.એસ.એસ. યુનિટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં 10 ફૂલછોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે સાથે 10 પાણીના કુંડા તથા 10 પક્ષીઓ માટે માળાની વ
પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલે પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરી


પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણની પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલના એન.એસ.એસ. યુનિટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં 10 ફૂલછોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે સાથે 10 પાણીના કુંડા તથા 10 પક્ષીઓ માટે માળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ પ્રિન્સિપલ ડૉ. ઝેડ.એન. સોઢા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ભાવેશભાઈ રાવળ અને પર્યાવરણપ્રેમી શિક્ષક હિતેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. NSS ગ્રીન કમાન્ડોના સ્વયંસેવકોએ પણ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પર્યાવરણ માટે પ્રેમ અને જવાબદારીની ભાવના જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવે શાળાની આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણ જેવો ગંભીર વિષય આજે અગત્યનો છે અને આવી શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસો પ્રશંસાપાત્ર છે. તેમણે પર્યાવરણપ્રેમી ટીમ તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande