કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો
ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : દર વર્ષની જેમ આ વર્ષે પણ, કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વનેતૃત્વ પાંચ દિવસ નિવાસી તાલીમ શિબિરમાં ભાગ લેનાર સર્વ વિદ્યાલયની 13 કોલેજના ચુનંદા 38 વિદ્યાર્થીઓ અને 03 પ્રોફેસર માટે એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમ યોજાયો જેનો ઉ
એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો


એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો


એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો


એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો


એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો


ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : દર વર્ષની જેમ આ વર્ષે પણ, કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વનેતૃત્વ પાંચ દિવસ નિવાસી તાલીમ શિબિરમાં ભાગ લેનાર સર્વ વિદ્યાલયની 13 કોલેજના ચુનંદા 38 વિદ્યાર્થીઓ અને 03 પ્રોફેસર માટે એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમ યોજાયો જેનો ઉદ્દેશ આજના યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે સાથે તેમનામાં નૈતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન તા: 27 મે થી 05 જૂન 2025 દરમિયાન, ગૌશાલ ગામ, મનાલી - હિમાચલ પ્રદેશ ખાતે કરાયું હતું.

એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમમાં તાલીમ આપવા માટે સુરત સ્થિત કાઉન્સેલર અને ટ્રેનર તરીકે કાર્યરત રશ્મિ જહા અને સર્વ વિદ્યાલય વતી ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા વિવિધ રચનાત્મક રમતો, પોસ્ટર મેકિંગ, યોગ, મેડિટેશન, જૂથ સંવાદ, કેમ્પ ફાયર, દેશભક્તિ ગીતોની રજૂઆત, પ્રશ્નાવલી, ચર્ચા, જર્નાલિંગ જેવા પ્રકલ્પના માધ્યમથી યુવાનોને ASK મોડલના (Attitude, Skills and Knowledge) મહત્વ અને તેની વ્યક્તિગત, વ્યવસાયિક, પારિવારિક અને આધ્યાત્મિક ક્ષેત્રેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે ઇન્ટિલિજન્ટ કોશન્ટ, ઇમોશનલ કોશન્ટ અને સ્પિરીચ્યુઅલ કોશન્ટનું (IQ, EQ, SQ) વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર તાલીમ દરમિયાન તમામ વિધાર્થીઓએ જુદા જુદા જગ્યાએ ટ્રેકિંગ, રિવર ક્રોસિંગ, zip line, રોક ક્લાયમ્બિંગ, રેપ્લિંગ જેવી સાહસિક પ્રવૃતિઓનો આનંદ પણ ઉઠાવ્યો હતો સાથે નહેરુ કુંડ, વશિષ્ઠ કુંડ, મહર્ષિ ઋષિ ટેમ્પલ, સોલાંગ વેલી, મનુ ટેમ્પલ, હિડંબા ટેમ્પલ, જોગીની વોટર ફોલ, અટલ ટનલ, રોહતાંગ પાસ જેવી ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લઈ તેની જાણકારી પ્રાપ્ત કરી હતી.

દર વર્ષે પાંચ દિવસની તાલીમ લીધેલ યુવાનોને સર્વ વિદ્યાલય દ્વારા એક્સપિરિયન્શન લર્નિંગ આધારે શીખવાની એક એડવાન્સ લેવલે તક આપવામાં આવે છે જેનો વ્યક્તિગત, સામાજિક અને વ્યવસાયિક જીવનમાં ઉપયોગ કરી સફળ જીવન જીવી શકે. સમગ્ર કાર્યક્રમ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેનું સંચાલન અને સંકલન ડો. ધર્મેન્દ્ર પટેલ, રાહુલભાઈ સુખડિયા, પ્રા. સુરજ મુંજાણી, દીપકભાઈ ગોહિલ, અશોક ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થી કાર્તિક વરમોરા અને યુવરાજ વિહોલ દ્વારા શ્રેષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande