સુરત, 7 જૂન (હિ.સ.)- સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં એક 16 વર્ષીય નાબાલિક તરૂણી સાથે દુષ્કર્મની ઘટનાનો ભાંડો ફૂટી આવ્યો છે. 25 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે તરૂણી સાથે મિત્રતા વધાર્યા બાદ વારંવાર મળીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે તરૂણી ચાર મહિના ગર્ભવતી થઈ ગઈ હતી.
આ ઘટના બાદ પરિવારજનો તેણીને તબીબી સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ગર્ભધારણ વિશે ખુલાસો થતાં તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પુણા પોલીસ સ્ટેશનમાં યુવક પંકજકુમાર સરોજ વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવામાં આવ્યો છે.
તરૂણીના નિવેદન અનુસાર, પંકજ સાથે તેનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો અને તેમણે તેણીને ખાડીવાળા એકાંત વિસ્તાર ખાતે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ હરકતોના કારણે તેણી ગર્ભવતી થઈ ગઈ હતી.
હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સોશ્યલ મિડિયા મારફતે કિશોરાવસ્થાની યુવતીઓ પર થતા શોષણને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે