ગીર સોમનાથ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે, અધિકારીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટર એન.વી ઉપાધ્યાય
ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.) કલેકટર એન.વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ તથા મામલતદારઓની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/વિભાજન પેટા ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઇ હતી
પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઇ હતી.


ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.) કલેકટર એન.વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ તથા મામલતદારઓની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/વિભાજન પેટા ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઇ હતી.

કલેકટરએ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પ્રિ-નોમિનેશન, નોમિનેશન, પ્રિ-પોલ, પોલ-ડેના દિવસે કરવાની થતી કામગીરી જેવા વિવિધ તબક્કાઓના મુદ્દાઓ બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં મતદાર યાદીની ચકાસણી, ઉમેદવારી ફોર્મ તથા ઉમેદવારને આપવાનું થતું સાહિત્ય પૂરું પાડવા, ઉમેદવારી ફોર્મ ઇશ્યૂ કરવા, આદર્શ આચારસંહિતાનું અમલીકરણ, મતદાર યાદીની નકલ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેકટર રાજેશ આલે ઉમેદવારી પત્રો રજીસ્ટર નિભાવવા બાબત, ચૂંટણી એજન્ટની નિમણૂક, ડેટા એન્ટ્રીની કામગીરી, માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા બાબત, સ્ટ્રોંગ રૂમ નક્કી કરવા, સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મતદાન મથકો, રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર, મતદાન મથકે ઉપયોગમાં લેવાતા સાહિત્ય કીટ તેમજ મતદાન સ્ટાફની નિમણૂક તથા તાલીમ કામગીરીની ચર્ચા કરી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સુનિયોજિત રીતે પૂરી થાય એ દિશામાં કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર સહિત મામલતદારઓ સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande