૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી -૨૦૨૫, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગરૂમનું નિરિક્ષણ કર્યુ
જૂનાગઢ 7 જૂન (હિ.સ.) આગામી તા.૧૯ જુનના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ખાસ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા, તેમજ વરસાદના પગલે ઈવીએમ, વીવીપેટ ,મટીરી
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા,


જૂનાગઢ 7 જૂન (હિ.સ.) આગામી તા.૧૯ જુનના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ખાસ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા, તેમજ વરસાદના પગલે ઈવીએમ, વીવીપેટ ,મટીરીયલને નુકસાન ન થાય તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અને પ્રાંત અધિકારી વિસાવદર સી.પી. હિરવાણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande