વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે રાજ્ય બહારના ૬૨ સર્વિસ વોટરને ETPBMS દ્વારા પોસ્ટલ બેલેટ મોકલાયા
જુનાગઢ, 7 જૂન (હિ.સ.) ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. ત્યારે ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ૬૨ જેટલા સેવા એટલે કે સર્વિસ વોટરને ETPBMS ઈ -પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મા
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે રાજ્ય બહારના ૬૨ સર્વિસ વોટરને ETPBMS દ્વારા પોસ્ટલ બેલેટ મોકલાયા


જુનાગઢ, 7 જૂન (હિ.સ.) ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. ત્યારે ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ૬૨ જેટલા સેવા એટલે કે સર્વિસ વોટરને ETPBMS ઈ -પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે.

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મની પરત ખેંચવાની પ્રક્રિયા તારીખ ૫ જૂનના રોજ પૂર્ણ થતા ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારના કુલ ૬૨ સેવા મતદારોની યુનિટ ઓફિસ /રેકર્ડ ઓફિસને ETPBMS મારફતે ઈ - પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે. સેવા મતદારો દ્વારા પોસ્ટલ બેલેટને નિયત નમૂનાના કવર નંબર ૧૩-સી, ૧૩-એ અને ૧૩ – બી ની અંદર રાખી અને ચૂંટણી અધિકારી ૮૭ વિસાવદરની કચેરીને મોકલી આપવામાં આવશે.

૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ સેવા મતદારોને તા. ૧૯ જૂનના રોજ મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ અનુરોધ કર્યો છે.

જિલ્લા કે રાજયની બહાર સરકારી સેવામાં ફરજ બજાવતા નાગરિકો મતદાન થી વંચિત ન રહે એ માટે ઇલેકટ્રોનીક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ(ઇટીપીબીએસ) સેવા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે.

ચૂંટણીનાં દિવસે સામાન્ય મતદાર તેમનાં વિસ્તારનાં નિયત મતદાન મથક પર જઇને મત આપી શકે છે. પરંતુ આર્મી, એરફોર્સ, નેવી વગેરેમાં ફરજ બજાવતા પોતાનાં વિસ્તારથી દુર નોકરી કરતા સર્વીસમેનને જે તે વિસ્તારમાં પણ સેવા પર હાજર રહેવાનું હોવાથી મતદાન કરવા આવી શકતા નથી. આવા મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઇલેકટ્રોનીક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ(ઇટીપીબીએસ) સીસ્ટમ અમલમાં છે. જેમાં મતદારને ઈલેકટ્રોનીકલી બેલેટ મોકલવામાં આવે છે. જે જવાબદાર અધિકારી પાસે પહોચે છે અને મતદાન ગણતરીનાં દિવસે નિયત પ્રક્રિયા મુજબ વેરીફાઇ કરીને ગણતરીમાં લેવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande