નવસારીના વાંસદામાં દીપડો અકસ્માતમાં ઘાયલ, અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાર્યવાહી શરૂ કરી
નવસારી, 7 જૂન (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં વન્યજીવોની ચમક વચ્ચે વાંસદાથી એક દુખદ ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાત્રે અંદાજે 10:30 વાગ્યે વાંસદા-ચીખલી રોડ પર દોલધા ગામ નજીક એક દીપડો અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત
Navsari


નવસારી, 7 જૂન (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં વન્યજીવોની ચમક વચ્ચે વાંસદાથી એક દુખદ ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાત્રે અંદાજે 10:30 વાગ્યે વાંસદા-ચીખલી રોડ પર દોલધા ગામ નજીક એક દીપડો અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માત બાદ તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કર્યું. ઈજાગ્રસ્ત દીપડાને સારવાર માટે વાંસદા પશુ દવાખાને ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે હાલમાં પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ છે.

વન વિભાગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના વન્યજીવો માટે વધતી ટ્રાફિક ચેપલમારી અને તેમની સુરક્ષા પ્રત્યે વન વિભાગ અને નાગરિકોને વધુ સતર્ક બનવાની જરૂરિયાત જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande