ટ્રાફિક સમસ્યા નિવારવા પાલિકાનું કડક વલણ
પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્રએ માર્ગવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખે શહેરના બજાર વિસ્તારોમાં આવેલા દુકાનદારો તેમજ લારી-ગલ્લા ધરાવતા વેપારીઓને ટ્રાફિક
ટ્રાફિક સમસ્યા નિવારવા પાલિકાનું કડક વલણ


પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્રએ માર્ગવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખે શહેરના બજાર વિસ્તારોમાં આવેલા દુકાનદારો તેમજ લારી-ગલ્લા ધરાવતા વેપારીઓને ટ્રાફિક નિયમનના પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી છે.

નગરપાલિકા દ્વારા માર્ગ પર દોરેલા સફેદ પટ્ટાની બહાર કોઈપણ પ્રકારનું દબાણ, લારી-ગલ્લા મુકવી કે વાહન પાર્ક કરવું સંપૂર્ણપણે મનાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે તાત્કાલિક દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે અને તંત્ર કોઈપણ જાતની શેહશરમ રાખશે નહીં.

પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે દુકાનદારો, લારી-ગલ્લા ધરાવતા વેપારીઓ અને વાહનચાલકોને અગાઉથી જ આ સૂચનાઓ આપીને અગત્યતા સમજાવવામાં આવી છે. આ પગલાં શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે મદદરૂપ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande