પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
પોરબંદર, 7 જૂન (હિ.સ.) : આગામી તા.22/06/2025 ના રોજ પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થનાર છે તેમજ તા.25/06/2025 ના રોજ મતગણતરી થનાર છે. આથી પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારોમાં
પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું


પોરબંદર, 7 જૂન (હિ.સ.) : આગામી તા.22/06/2025 ના રોજ પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થનાર છે તેમજ તા.25/06/2025 ના રોજ મતગણતરી થનાર છે. આથી પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.આ ચૂંટણી દરમ્યાન ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.20/06/2025 થી તા.22/06/2025 સુધી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ અંગે પોરબંદર જિલ્લાના જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જાહેરનામાં અનુસાર પોરબંદરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન પુરું થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા.20/06/2025 ના સાંજના 06:00 કલાક થી કોઈપણ વ્યકિત ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં., સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં., મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.આ હુકમ પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારમાં તા.20/06/2025 થી તા.22/06/2025 સુધી અમલમાં રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ સજાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande