સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે
પોરબંદર, 7 જૂન (હિ.સ.) : નવા શૈક્ષણિક સત્રનો આગામી તા. 9 જુનથી પ્રારંભ થઈ રહ્યો છે બાળકોના કલરવથી શાળાઓ ફરી ગુંજી ઉઠશે 35 દિવસનુ ઉનાળુ વેકેશન પૂર્ણ થયુ છે હવે સોમવારથી ફરી શાળાઓ ધમધતી થશે તો બીજી તરફ વાલીઓએ પોતાના બાળકો માટે પુસ્તકો, નોટબુક અને સ્કુલ
સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે


પોરબંદર, 7 જૂન (હિ.સ.) : નવા શૈક્ષણિક સત્રનો આગામી તા. 9 જુનથી પ્રારંભ થઈ રહ્યો છે બાળકોના કલરવથી શાળાઓ ફરી ગુંજી ઉઠશે 35 દિવસનુ ઉનાળુ વેકેશન પૂર્ણ થયુ છે હવે સોમવારથી ફરી શાળાઓ ધમધતી થશે તો બીજી તરફ વાલીઓએ પોતાના બાળકો માટે પુસ્તકો, નોટબુક અને સ્કુલ ડ્રેસીસ સહિતની ખરીદી કરી લીધી છે. શાળા દ્રારા પણ નવા શૈક્ષણિક સત્રને લઈ તૈયારીઓ શરૂ કરી છે. વેકેશન દરમ્યાન બાળકોએ હરવ ફરવાની મોજ માણી હતી હવે નવા શૈક્ષણિક સત્રથી શિક્ષણની આગળની સફર શરૂ થશે સરકારી અને ખાનગી શાળોમા નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓ શરૂ કરવામા આવી છે. ધો.1 માં પ્રવેશતા બાળકોને પ્રથમ દિવસે આવકારવાનુ આયોજન કેટલીક શાળા દ્રારા કરવામા આવ્યુ છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે બુક સ્ટોર ખાતે હજુ પણ પુસ્તકોની ખરીદી કરવામા આવી રહી છે તો અનેક સેવાભાવી સંસ્થા દ્રારા રાહતદર નોટ બુક વિતરણ પણ કરવામા આવ્યુ છે આગામી તા.9 જુનથી નવા શૈક્ષિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે બાળકોમા પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande