સુરત, 7 જૂન (હિ.સ.) : સુરત શહેરના ઉધના વિસ્તારમાં શનિવારે સવારે એક દુખદ અકસ્માતમાં ST બસે એક મહિલાને અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું છે. ઉધના ત્રણ રસ્તા નજીક હેમાક્ષીબેન નામની આધેડ મહિલા તેમની મોપેડ પર જિમ માટે જઇ રહી હતી, ત્યારે એ વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી ST બસે અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે મહિલાએ સારવાર દરમ્યાન તબક્કામાં જ દમ તોડી દીધો હતો.
ઉધના પોલીસ સ્ટેશને ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી મૃતક હેમાક્ષીબેનના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઈ છે અને પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે