પાટણ, 8 જૂન (હિ.સ.) : પાટણના સતી જસમા માતાજી મંદિર ખાતે સમસ્ત ઓડ (મારુ) સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ધોરણ 10 પાસ કરેલા 102, ધોરણ 12 પાસ કરેલા 69 અને કોલેજમાંથી ઉત્તીર્ણ થયેલા 3 વિદ્યાર્થીઓ તેમજ નોકરીમાં નિમણૂક પામેલા 4 યુવાનો સહિત કુલ 175 યુવાઓનો સન્માન કરવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહ ગુજરાત તથા રાજસ્થાનના ઓડ સમાજના સહયોગથી યોજાયો હતો. વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા અને સમર્પણને માન આપતી આ પહેલ દ્વારા સમાજમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઓડ સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓએ સફળ આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરી અને આવાં કાર્યક્રમો દ્વારા યુવાનોમાં ઉત્તમ પ્રેરણા પેદા થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર