વડોદરામાં બરોડા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ, ટીમના ટી-શર્ટ લોન્ચ થયા
વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરાના સયાજીબાગમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા બરોડા પ્રીમિયર લીગ (BPL) ટૂર્નામેન્ટના પ્રમોશન માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. IPLના પાટા પર બરોડા શહેરની પોતાની પ્રીમિયર લીગ હવે ફરીથી રમાશે, જેના આ
Bpl


વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરાના સયાજીબાગમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા બરોડા પ્રીમિયર લીગ (BPL) ટૂર્નામેન્ટના પ્રમોશન માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. IPLના પાટા પર બરોડા શહેરની પોતાની પ્રીમિયર લીગ હવે ફરીથી રમાશે, જેના આગાઝે શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા ડાન્સ, સ્કેટિંગ, ક્રિકેટ અને ચેસ જેવી વિવિધ રમતોનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ ભારે સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

પ્રમુખ મહાનુભાવોની હાજરીમાં બલૂન ઉડાડીને BPLનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપરાંત, BPLની પાંચેય ટીમના નવા ટી-શર્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, જે લીગની શરૂઆતનો સત્તાવાર સંકેત આપે છે.

આ લીગ 15 જૂનથી 29 જૂન સુધી કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખેલાડીઓની પસંદગી માટે ચિઠ્ઠી ઉછાળીને ટીમ માલિકોને ફાળવણી કરવામાં આવી છે. BCA દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ સ્થાનિક ખેલાડીઓને મોટો પ્લેટફોર્મ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande