સુરતમાં ડ્રામાટિક દ્રશ્યઃ આરોપી નદીમાં કૂદી ફરાર, રેસક્યૂ ઓપરેશન ચાલુ
સુરત, 8 જૂન (હિ.સ.)- સુરતમાં ઘરફોડ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસ ગઈ હતી ત્યારે આરોપીએ એક ડ્રામાટિક રીત અપનાવી અને તાપી નદીમાં કૂદકો મારી ફરાર થઈ ગયો હતો. માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાંદેર વિસ્તારમાં એક આરોપીને પકડવા ગઈ હતી. આર
tapi


સુરત, 8 જૂન (હિ.સ.)- સુરતમાં ઘરફોડ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસ ગઈ હતી ત્યારે આરોપીએ એક ડ્રામાટિક રીત અપનાવી અને તાપી નદીમાં કૂદકો મારી ફરાર થઈ ગયો હતો.

માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાંદેર વિસ્તારમાં એક આરોપીને પકડવા ગઈ હતી. આરોપી પોતાના ઘરમાં હાજર હોવાનું જાણવા મળતાં પોલીસની ટુકડી ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસે દબાવ લાવતાં આરોપી પાછળના દરવાજેથી ભાગી ગયો અને સીધો સિંગણપોર-રાંદેર કોઝવે નજીક પહોંચીને તાપી નદીમાં કૂદકી મારી છૂટવાનો પ્રયાસ કર્યો.

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને પણ માહિતગાર કરવામાં આવ્યો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. તાપી નદીમાં આરોપીની શોધ માટે તરવૈયાઓ, બોટ અને બચાવ સાધનોનો સહારો લેવામાં આવી રહ્યો છે.

હાલ સુધી આરોપીનો પત્તો લાગ્યો નથી, પરંતુ પોલીસ અને રેસક્યૂ ટીમ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓએ સ્થળનો પ્રવાસ કરીને તાકીદના પગલાં લેવા સૂચના આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande