પાટણમાં દીકરીઓ માટે નિઃશુલ્ક આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન
પાટણ, 8 જૂન (હિ.સ.) : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પાટણના ટીબી ત્રણ રસ્તા પાસે રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઈબ્રેરીમાં એકસાથે 47 દીકરીઓ માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. લાઈબ્રેરી સવારે 8 થી સ
પાટણમાં દીકરીઓ માટે નિઃશુલ્ક આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન


પાટણમાં દીકરીઓ માટે નિઃશુલ્ક આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન


પાટણમાં દીકરીઓ માટે નિઃશુલ્ક આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન


પાટણ, 8 જૂન (હિ.સ.) : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પાટણના ટીબી ત્રણ રસ્તા પાસે રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઈબ્રેરીમાં એકસાથે 47 દીકરીઓ માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. લાઈબ્રેરી સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને સમાજની દીકરીઓ અહીં નિઃશુલ્ક અભ્યાસ કરી શકે છે.

આ લાઈબ્રેરીમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ આધારિત પ્રવેશ વ્યવસ્થા છે. દીકરીઓ લાઈબ્રેરીમાં પ્રવેશ કરે કે બહાર જાય ત્યારે તેમના વાલીઓને મેસેજ મોકલવામાં આવશે. હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉ સમાજમાં દીકરીઓ માટે અભ્યાસની યોગ્ય વ્યવસ્થા નહોતી, હવે આ આધુનિક લાઈબ્રેરીમાં તેઓ પરીક્ષાની તૈયારી કરીને સમાજનું ગૌરવ વધારી શકશે.

લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મંદિરોમાં દાન કરવાને બદલે સરસ્વતીના મંદિરો – શિક્ષણસ્થળો ઊભા કરવા જોઈએ. તેમણે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવાની પણ અપીલ કરી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્માના દિનેશ ઠાકોર, કાંકરેજના અમૃતજી ઠાકોર, અને અન્ય અગ્રણીઓ તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande