ગાંધીનગર મનપા દ્વારા “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત સ્થાનિક પ્રજાતિના રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે
ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રત્યેના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપણા ગાંધીનગર શહેરને વધુ હરિયાળુ બનાવવા માટે “એક પેડ માં કે નામ 2.0” અને “Catch the Rain” સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આપણા પ્રકૃતિ પ્રેમી
ગાંધીનગર મનપા


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રત્યેના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપણા ગાંધીનગર શહેરને વધુ હરિયાળુ બનાવવા માટે “એક પેડ માં કે નામ 2.0” અને “Catch the Rain” સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આપણા પ્રકૃતિ પ્રેમી નગરજનો દ્વારા વૃક્ષારોપણ અર્થે નિ:શુલ્ક સ્થાનિક પ્રજાતિના છોડનું વિતરણ કરવા રજીસ્ટ્રેશન લીંક https://forms.gle/7y4xDt4K5ZBzJzP58 શેર કરવામાં આવેલ છે.

જેના દ્વારા શહેરી જનો પોતાની જરૂરીયાત મુજબ સ્થાનિક પ્રજાતીના રોપા જેવાકે, પીપળ, વડ, લીમડો, શેતુર, જામફળી અને ગરમાળો વગેરે નિ:શુલ્ક મેળવી શકશે. વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટેના આયોજન અંગે તમામ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીઓ દ્વારા હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande