પુનિયાદમાં ‘ગ્રીન પુનિયાદ’ ટીમનો સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ યજ્ઞ
વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામે, હરિયાળી માટે કટિબદ્ધ ‘ગ્રીન પુનિયાદ’ ટીમ દ્વારા સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સ્થાનિક તળાવની પાળે પુનિયાદના યુવાનો દ્વારા વર્ષોથી પોષણ અને ઉછેર મેળવતી આ પહેલ હવે ગામના
Vadodara


વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ ગામે, હરિયાળી માટે કટિબદ્ધ ‘ગ્રીન પુનિયાદ’ ટીમ દ્વારા સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સ્થાનિક તળાવની પાળે પુનિયાદના યુવાનો દ્વારા વર્ષોથી પોષણ અને ઉછેર મેળવતી આ પહેલ હવે ગામના ગૌરવરૂપ બની છે.

આ વર્ષે પણ વિવિધ પ્રકારના વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન કોસ્મો એગ્નિટેક (મકરપુરા GIDC) ટીમ ખાસ ઉપસ્થિત રહી. તેમણે ગ્રીન પુનિયાદ ટીમના અગાઉના ત્રણ વર્ષના કાર્યને જોવા પછી શુભેચ્છા પાઠવી અને પ્રશંસા કરી.

કોસ્મો એગ્નિટેકના બેનર હેઠળ શનિવારે આયોજિત આ કાર્યક્રમમાં તળાવની પાળે છાયાદાર અને ફળદ્રુપ વૃક્ષોનો રોપાણ કરવામાં આવ્યો. પ્રસંગે ગ્રીન પુનિયાદના મુખ્ય આયોજક પ્રવીણ પટેલે સૌનો આભાર માન્યો અને હરિયાળી યાત્રાને આગળ વધારવા સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ કાર્યક્રમે ન માત્ર પર્યાવરણપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું, પણ ગામના અન્ય યુવાનો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande